અમરેલી શહેરમાં અનેક ઘરોના ચુલા પ્રગટાવતો કાયમી મજુર મેળો

  • મજુર મેળામાં અનેક લોકોને રોજગારી મળી રહેતી હોય, વિશ્વમાં એકમાત્ર અમરેલી શહેરમાં ભરાતી મજુર બજાર અદભુત અજાયબી

અમરેલી,લોકમેળાઓ તો ઠેર ઠેર ભરાય છે પણ મજુર મેળો ભરાતો હોય તેવુ વિશ્વમાં એક જ શહેર અમરેલી છે વેૈઠામાં ગઘેડાનો કચ્છમાં ઉંટનો મેળો ભરાય છે અને લે વેચ કરવામાં આવે છે ઉપરાંત આનંદ પ્રમોદ માટે અનેક મેળાઓ એૈતિહાસિક બાબતોને ઉજાગર કરે છે પરંતુ અમરેલીનો મજુર મેળો અદભુત અજાયબી છે અહીં ખડપીઠ,ગોૈપીઠની જેમ મજુરપીઠ કાર્યરત છે ત્યાં વહેલી સવારે પોતાના ટીફીન સાથે મજુરો પહોંચી જાય છે અને જે લોકોને મજુરની જરૂર જ છે તેઓ પણ મજુરપીઠમાં આવી જોઇતા મજુરો ના મજુરીદર નકકી કરીને લઇ જાય છે પરીણામે અમરેલીના મજુરમેળાને કારણે અનેક ઘરોના ચુલા પ્રગટે છે અનેક લોકોને રોજગારી આપતા મજુરમેળો અનેક પરીવારોનો જઠરાગ્ની શાંત કરે છે અમરેલીના મજુર મેળાને કારણે શ્રમિકોને રોજગારી મળી રહે છે .અને જરૂરીયાતમંદોને પોતાના કામકાજો માટે મજુરો પણ સહેલાઇથી અને એક જ સ્થળે મળી રહે છે ત્રીજી બાબત એ છે કે મજુરોએ રોજગારી માટે જયાં ત્યાં ભાટકવુ પડતુ નથી અને એકજ સ્થળે ઉભા રહેવાથી કામકાજ મળી રહે છે તેથી પોતાના ટીફીન સાથે મજુરપીઠ માંથી જ મજુરો કામ પર ચાલી જાય છે.આમ મજુરપીઠએ શ્રમિકો માટેનું મુખ્ય કેપીટલ બની ગયું છે તેથી અનેક લોકો વહેલી સવાર થીજ મજુર મેળામાં આવી જાય છે અને પોતાનો જીવનનિર્વાહ કરે છે.