- લાકડાનાં અને સ્ટીલનાં ડાંડીયા બજારમાં આવ્યા : રૂા.30 થી 80 સુધીના ગરબા
અમરેલી ,અમરેલી શહેરમાં નવરાત્રી નજીક હોવાથી નવરાત્રી પુર્વે બજારોમાં અવનવી ડીઝાઇનોમાં કલાત્મક ગરબાઓ વેંચાતા જોવા મળી રહ્યાં છે. જેમાં સાદા ગરબા 30 રૂપિયા, જ્યારે કલાત્મકડીઝાઇન વાળા ગરબાઓ 70-80-100 રૂપિયા સુધીમાં વેંચાઇ રહ્યાં છે. જ્યારે બજારોમાં લાકડાનાં ડાંડીયાઓ અને તેમન સ્ટીલનાંડાંડીયાઓ વેંચાતા જોવા મળી રહ્યાં છે. જેમાં યંગ જનરેશનમાં સ્ટીલનાં ડાંડીયાઓનો વધ્ાુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોસાયટી મહોલ્લાઓમાં સુશોભનો માટે ધજા પતાકાઓ પણ લોકોખરીદી રહ્યાનું બજારોમાં જોવા મળી રહ્યું છે.