અમરેલી શહેરમાં આવેલ વૃંદાવન પાર્ક માં જુગાર ધામ પર દરોડો

અમરેલી,તા.16/02/2021 ના શરૂ રાત્રિના જીતુભાઇ ફુલજીભાઇ પટેલ, રહે.અમરેલી, લાઠી રોડ વૃદાવન પાર્ક શેરી નં.-3 વાળા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે પૈસાં-પાનાંથી તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમી રમાડે છે, તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ ચાલતા જુગાર ધામ ઉપર રેઇડ કરતાં 1)જીતુભાઇ ફુલજીભાઇ પટેલ,2)અશરફભાઇ મહમદભાઇ વાળુકડા,3) પ્રાણજીવનભાઇ ગોવિંદભાઇ ચાવડાગોર, 4) નરેશભાઇ વલ્લભભાઇ ચાવડા, 5) લખમણભાઇ છગનભાઇ રાદડીયાને રોકડા રૂ.54,200/- તથા મોટર સાયકલ નંગ – 2, કિં.રૂ.40,000/- તથા મોબાઇલ ફોન નંગ -5, કિં.રૂ.7000/- તથા ગંજી પતાનાં પાના નંગ -52, કિં. રૂ. 00/- મળી કુલ કિં.રૂ.1,01,200/- નો મુદામાલ કબજે કરેલ છે.