અમરેલી શહેરમાં ઉતરાયણનાં પર્વ નિમિતે શેરડી, ચિકી, પતંગ અને દોરાનું બજાર જામ્યું

અમરેલી,
અમરેલી શહેરમાં ઉતરાયણ પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. ઉતરાયણ પર્વ બજારોમાં
યુવાનો અને બાળકો દ્વારા પતંગદોરા ,ફુગા, પપુડા તેમજ લોકો દ્વારા શેરડી,ચિકી, પોપટા જીંજરા, બોર સહિતની
ખરીદીઓ બજારોમાં જોવા મળી રહી છે. પતંગના દોરા ગેડા, કાતર, પાન્ડા, અગ્ની, એકે56, ચેલેજ સહિતની
રીલનો ભાવ 2.5 હજાર મીટરના રૂ.150 થી 250, ફીરકીમાં રૂ.100 થી 700 સુધી તેમજ પતંગમાં રૂ.20 થી 50નો
પંજો, પીપુડા રૂ.20 થી 80 સુધી શિવમ ફીરકી 1 હજાર મીટરના રૂ.280 અને 2.5 હજાર મીટરના રૂ.400,
મદ્રાસની કાળી શેરડી તેમજ રાજકોટની સફેદ શેરડી રૂ. 400 મણના ભાવે વેચાય રહી છે. શેરડીમાં ઘરાકી
નિકળતા ભાવો વધવાાની શકયતા છે. લોકલ શીંગની ચિકી 1 કિલો ના રૂ.120, તલની ચિકી 1 કિલોના રૂ.130,
રાજસ્થાન ચિકી 1 નંગના રૂ.30 તેમજ તલ,રાજગરા, ડાળીયા, મમરાના લાડુની કોથળી રૂ.10 રાજકોટની
જલારામ ચિકી એક પેકેટના રૂ.90 આર.કે. શીંગ ચિકી 1 પેકેટના રૂ.25, ડાળીયા ચિકી એક પેકેટના રૂ.25, તલ
ચિકી એક પેકેટના રૂ.40, ખજુર રૂ.40નો 500 ગ્રામ અને પોષ્ટીક ચિકી રૂ.30નું પેકેટ,તલની ચિકી 1 પેકેટના
રૂ.30ના ભાવે વેચાય રહી છે. જ્યારે લીલા જીંજરા એક કિલોના રૂ.60 થી 70ના ભાવે વેચાય રહયા છે.