અમરેલી શહેરમાં એસપી દ્વારા મોનિંટરીંગ સેલ બનાવાયો : સીસી કેમેરાથી બાજ નજર

  • શહેરના તમામ માર્ગો પર લોકોની હરકતોની દેખરેખ રાખવા વ્યવસ્થા : વાહનોનું ચેકિંગ : ટ્રાફીક નિયમન

અમરેલી,
અમરેલી પોલીસે અમરેલી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ તેમજ સંપૂર્ણ શહેરને કવર કરતા સીસીટીવી કેમેરા લગાડેલ છે.શહેરના તમામ જાહેર રસ્તાઓ પર લોકોની હરકતોની દેખરેખ રાખવા માટે સીસીટીવી મોનીટર સેલ બનાવવામાં આવેલ છે.આ મોનીટર સેલ દ્વારા આજે સીસીટીવી કમાન્ડ કંટ્રોલમાંથી લોકો ઉપર વોચ રાખી, અલગ-અલગ ટીમને જાહેર રસ્તાઓ ઉપર ગોઠવીને વાહન ચેકીંગ તેમજ ટ્રાફિકનું નિયમન કરવામાં આવેલ છે.