અમરેલી શહેરમાં કોરોનાનાં નોંધાયેેલા કુલ સવાસો એક્ટીવ કેસ : દર્દીઓનો આંક હજુ ખુબ ઉંચો જશે

  • જિલ્લાના કુલ સાડા નવસો જેટલા કેસમાંથી
  • આરોગ્ય સેતુ એપમાં અમરેલીમાં 63 પોઝિટિવ કેસો એક્ટીવ હોવાનું દર્શાવાય છે : અમરેલી શહેરમાં સૌથી વધુ જોખમ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં કોરોનાનાં કુલ 950 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે અને તેમાંથી અમરેલી શહેરમાં હાલના તબક્કે સવાસો જેટલા એક્ટીવ કેસ હોવાનું મનાઇ રહયુ છે ડો. ભરતભાઇ કાનાબારના મતે શહેરમાં પોઝિટિવ દર્દીઓની હાલની સંખ્યા છે તેની કરતા દસ ગણી સંખ્યામાં લોકો પોઝિટિવ હોઇ શકે છે જેથી શહેરમાં હાલમાં ઓછામાં ઓછા એકાદ હજાર લોકો પોઝિટિવ હશે અને તેમાંથી મોટા ભાગના એવા હશે કે જેમને ખ્યાલ પણ નહી હોય.
બીજી તરફ ભારત સરકારની આરોગ્ય સેતુ એપમાં અમરેલી શહેર 8 ચોરસ કી.મી.માં ફેલાયેલુ હોય તેમાં માત્ર પાંચ કી.મી.માં જ કોરોનાનાં પોઝિટિવ દર્દીની સંખ્યા 63 બતાવાઇ રહી છે જેમાં એક કેસ જોખમી, 6 મધ્યમ જોખમી અને 56 સ્વસ્થ અથવા ઓછા જોખમ વાળા છે.