અમરેલી શહેરમાં કોરોનાનો વિસ્ફોટ 15 કેસ:જિલ્લામાં કુલ 29 કેસ

  • તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે ચાલી રહેલા અથાક પ્રયત્નો વચ્ચે
  • જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2115 પહોંચી : 252 દર્દીઓ સારવારમાં : 23 દર્દીઓ સાજા થયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે ચાલી રહેલા અસંખ્ય પગલાઓ છતા પણ લોકો દ્વારા તકેદારીના અભાવને કારણે કોરોના વકરી રહયો છે આજે ગુરૂવારે જિલ્લામાં કોરોનાનાં કુલ 29 કેસ નોંધાયા છે અને અમરેલી શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થતો હોય તેમ 15 કેસ નોંધાયા છે
જ્યારે આજના કુલ 29 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2515 એ પહોંચી છે અને હાલમાં 252 દર્દીઓ સારવાર લઇ રહયા છે જ્યારે આજે 23 દર્દીઓની સાજા થઇ જતા રજા આપવામાં આવી હતી.