અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં સોમવારે વધુ 6 શંકાસ્પદ કેસ : લાઠી રોડનાં વૃધ્ધ, સલડીનાં યુવાન, કુંડલાનાં વૃધ્ધ, મેથળીધારનાં આધ્ોડ, નાની વડાળનાં વૃધ્ધ, સીમરણનાં તરૂણના સેમ્પલ લેવાયાં
અમરેલી,
અમરેલી શહેરના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં 80 વર્ષીય વૃદ્ધાનો આજે કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ વૃદ્ધા 7 દિવસ પહેલા અમદાવાદથી અમરેલી આવ્યા હતા.હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.અમરેલીમાં આજે તા. 8 જુનના કોરોનાનાં વધુ 1 પોઝિટિવ કેસ મળી જિલ્લામાં કુલ 15 કેસ નોંધાયેલ છે. જેમાંથી 1 નું દુ:ખદ અવસાન થયું છે અને 7 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ 7 એક્ટિવ કેસ છે.
જ્યારે આજે સોમવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના વધ્ાુ 6 શંકાસ્પદ કેસ આવ્યા છે અમદાવાદના પોઝીટીવ દર્દી જ્યાં આવ્યા હતા.
તે લાઠી રોડના એસટી ડીવીઝન સામે આવેલ પાર્કમાં રહેતા 71 વર્ષનાં વૃધ્ધા, લીલીયાના સલડી ગામના 29 વર્ષના યુવાન તથા તા.23 ની મુંબઇની ટ્રેનમાં આવેલા સાવરકુંડલાના 82 વર્ષના વૃધ્ધ દામનગરનાં મેઠલીધારનાં 55 વર્ષના પ્રૌઢ અને કુંડલાના નાની વડાળના મુંબઇથી તા.7 મી ના આવેલા 70 વર્ષના વૃધ્ધ તથા સાવરકુંડલાના સીમરણ ગામના 15 વર્ષના તરૂણને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં દાખલ કરી તેના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે.