અમરેલી શહેરમાં ચૂંટણીને અનુલક્ષી પોલીસની ફલેગમાર્ચ

  • સીટીપીઆઇ શ્રી જે.જે.ચૌધરી, પીએસઆઇ શ્રી વી.વી.પંડયા, શ્રી એમ.પી.પંડયા અને પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ, ઘોડેશ્ર્વાર પોલીસ તંત્ર દ્વારા ફલેગમાર્ચ યોજાઇ
  • શહેરનાં રાજકમલ, ટાવર ચોક, હવેલી, નાગનાથ, એસટી ડેપો, કોલેજ સર્કલ થઇ પોલીસ હેડક્વાર્ટરમાં ફલેગ માર્ચ પુર્ણ થઇ : ફલેગમાર્ચ નીહાળવા લોકો ઉભા રહી ગયા

અમરેલી,
અમરેલી શહેરમાં સીટી પોલીસ સ્ટેશનથી સીટી પીઆઇ જે.જે.ચૌધરી, પીએસઆઇ વી.વી. પંડયા, એમ.પી. પંડયા, પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ તેમજ ઘોડેશ્ર્વાર પોલીસની ફુટમાર્ચ સીટી પોલીસ સ્ટેશનથી નીકળી ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર રોડ, જુની દાણા બજાર, લાઇબ્રેરી ચોક, જિલ્લા પંચાયત રોડ, એસટી ડેપો થઇ રેલ્વે સ્ટેશન, કોલેજ ચોક થઇ સરદાર ચોકથી પોલીસ હેડ ક્વાર્ટરમાં પુર્ણ થઇ હતી.
મુખ્ય માર્ગો ઉપર પોલીસની ફુટમાર્ચ યોજાતા લોકોના ટોળા રસ્તા ઉપર જોવા માટે ઉમટી પડયા હતા.