અમરેલી શહેરમાં જો આવી જ સ્થિતી રહેશે તો રોડ પાંચમા માળે પહોંચશે

  • નાગનાથ પાસે રસ્તાને ઉંડો ઉતાર્યા વગર સીધો રોડ પાથરી દેવાયો
  • અમરેલી શહેરમાં અનેક જગ્યાએ જુના રોડને ખોદી અને નવા રોડ બનાવવાને બદલે જુના રોડ ઉપર સીધી સિમેન્ટ કે ડામર નાખી દેવાય છે

અમરેલી,
અમરેલીમાં રસ્તાના કામો ચાલી રહયા છે અને કલેકટરશ્રી દ્વારા રસ્તાની ગુણવતા માટે આગ્રહ રાખવામાં આવતા ભ્રષ્ટાચાર કરવા માટે નવો ઉપાય અજમાવાયો હોય તેમ રસ્તાઓને ઉંડા ઉતારી નવા બનાવવાને બદલે ઉંડા ઉતારવાની મજુરી બચાવવા માટે જુની સડક ઉપર જેમ તેમ લીટા મારી માથે નવો રોડ બનાવી દેવાય છે અને તેનો સીધો દાખલો અમરેલીમાં નાગનાથ પાસે રસ્તાને ઉંડો ઉતાર્યા વગર સીધો રોડ પાથરી દેવાયો તે છે અમરેલીમાં જો આવી જ સ્થિતી રહેશે તો દર ત્રણ વર્ષે બનતા રોડ 25 વર્ષે પાંચમા માળે પહોંચશે તેમાં કોઇ શંકા નથી આ એક ઠેકાણે નહી પણ શહેરમાં અનેક જગ્યાએ જુના રોડને ખોદી અને નવા રોડ બનાવવાને બદલે જુના રોડ ઉપર સીધી સિમેન્ટ કે ડામર નાખી દેવાય છે.