અમરેલી શહેરમાં ટ્રેનની વ્હિસલ સાંભળી લોકોમાં કુતુહલ ફેલાયુ

અમરેલી,
અમરેલી શહેરમાં આજે વહેલી સવારે ટ્રેનની વ્હિસલનો અવાજ સાંભળી લોકોમાં ભારે કુતુહલ ફેલાયું હતું. અને લોકોમાં ટ્રેન શરૂ થઇ કે શું ? તેવા લોકોમાં સવાલો ઉભા થયા હતા. આ અંગે અવધ ટાઇમ્સ દ્વારા રેલ્વેના અધિકારીઓનો સંપર્ક સાધતા ટ્રેન શરૂ થઇ કે શું તેવું પુછવામાં આવતા રેલ્વે વિભાગ દ્વારા જણાવેલ કે રેલ્વે એન્જિનનો ડિઝલનો પોંઇટ અમરેલી હોવાથી એન્જિન ડિઝલ પુરાવા માટે આવેલ. અને હજુ કોઇ ટ્રેન શરૂ થયેલ નથી તેવુ રેલ્વે વિભાગ દ્વારા જણાવામાં આવતા લોકોમાં ઉભી થયેલી ઇન્તેજારીનો અંત આવ્યો હતો.