અમરેલી શહેરમાં ડબલ સવારીમાં આંટા મારતા 10ની સામે ગુના દાખલ કરાયા

અમરેલી,અમરેલી શહેરમાં ટુ-વ્હિલ મોટર સાયકલમાં કોઇ કારણ વગરના ડબલ સવારીમાં આંટા મારતા 10 શખ્સો અને પોતાની દુકાને 2 નંબરનું સ્ટીકર મારેલ હોય અને પોતે બેકી તારીખે દુકાન ખોલવાની હોવા છતા પોતે એકી તારીખે દુકાન ખોલતા બે શખ્સો તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવતા 2 શખ્સો સામે સીટી પોલીસ દ્વારા 9 ગુનાઓ દાખલ કરાયા છે.
આ અંગેની વિગત એવાપ્રકારની છે કે એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપીશ્રી મહાવીરસિંહ રાણાના આદેશથી સીટીપીઆઇ શ્રી વિરેન્દ્રસિંહ ખેરની રાહબરી હેઠળ સીટી પોલીસને હેડ કોન્સટેબલ બી.એમ.વાળા અને લોક રક્ષક હિરેનસિંહ ખેર સહિતના સ્ટાફ દ્વારા અમરેલી શહેરમાં ટુ-વ્હિલ મો.સા. માં ડબલ સવારીમાં બીન જરૂરી આંટા મારતા 10 શખ્સો તથા વારો ન હોવા છતા દુકાન ખોલનાર અને પોતાની દુકાને ગ્રાહકોનું સોશ્યલ ડીસ્ટન્સીંગ ન જાળવતા 2 વેપારીઓ (1) ઘનશ્યામભાઇ ખીમજીભાઇ મકવાણા તથા (2) ગોપાલભાઇ અરવિંદભાઇ રંગપરા રહે.બન્ને વરૂડી તા.જી.અમરેલી (3) વિજયભાઇ રમેશભાઇ વનપરીયા (4) મીતભાઇ રાજેશભાઇ મહેતા (5) જયદીપભાઇ ધીરૂભાઇ ભંડેરી (6) જીગ્નેશભાઇ ગોરધનભાઇ મકવાણા (7) જયેશભાઇ ચંદુભાઇ મોરજરીયા (8) વસીમભાઇ બાબુભાઇ પરમાર (9) કુલદિપભાઇ રાજેશભાઇ ચનીયાર (10) સંજયભાઇ ચંદુભાઇ ચનીયાર (11) ચતુરભાઇ નાગજીભાઇ અકબરી (12) કશ્યપભાઇ જયેશભાઇ સુતરીયા (13) બ્રીજેશભાઇ મુકેશભાઇ ધાનાણી સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.