અમરેલી શહેરમાં પણ છે આવુ ખળખળ વહેતુ પાણી

  • આ કોઇ જંગલ કે અમરેલી બહારના વિસ્તારનું દ્રશ્ય નથી
  • સારા ચોમાસાને કારણે પ્રકૃતિ ખીલી : શહેરનાં ઠેબી ડેમની હેઠવાસમાં સડક ઉપરથી પાણી વહી રહયું છે

અમરેલી,
આ વખતે ચોમાસામાં દોઢસો ટકા ઉપરાંતનો વરસાદ થતા ઠેર ઠેર કુવાઓમાંથી પાણી છલકાયા છે અને ખેતરોમાં પણ પાણી ફુટીને બહાર નીકળ્યા હતા આવા સમયે જો કોરોના ન હોય તો દરેક લોકો ગીરના જંગલ કે શેત્રુજી નદી અથવા તો અમરેલીથી 30-40 કિ.મી. દુર ગીર કાંઠાના ગામોમાં જઇ રોડ ઉપરથી વહેતા પાણીમાં સ્નાન નો લાભ લે પણ રોડ ઉપર વહેતા પાણીનું એક દ્રશ્ય અમરેલીેમાં પણ જોવા મળે અને અહીં આવે તો સૌને લાગે કે તે અમરેલીની બહાર આવી ગયા છે તેવુ અનુભવે.
અમરેલી શહેરમાં પણ ખળખળ વહેતુ પાણી ઠેબી ડેમમાંથી વહી રહયુ છે ઠેર ઠેર સારા ચોમાસાને કારણે પ્રકૃતિ ખીલી છે ત્યારે શહેરનાં ઠેબી ડેમની હેઠવાસમાં ભાવકા ભવાની મંદિર પાછળ પોેમલીપાટ પાસે સડક ઉપરથી પાણી વહી રહયું છે.