અમરેલી શહેરમાં પહેલા દિવસે 50 વાહન ચાલકોને ચાંદલો

અમરેલી,અમરેલી શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સીસી ટીવી કેમેરાઓ શરૂ કરવામાં આવેલ છે.
તેની અમલવારી આજે 15મી તારીખથી શરૂ કરાતા જેમાં ફોરવ્હીલમાં સીટ બેલ્ટ બાંધ્યા વગર તેમજ ટુવ્હીલમાં ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા વાહનચાલકોને આજથી ઇ મેમો આપવાનો કાર્યક્રમ શરૂ થતા 50 વાહનચાલકોને મેમો આપવામાં આવેલ છે.