અમરેલી શહેરમાં પાણી વિતરણ ટુંક સમયમાં નિયમિત થઈ જશે

  • મહી પરીએજ યોજનાની કેનાલની સાફ સફાઈ-મરામતની કામગીરી પુર્ણ થઇ

અમરેલી,
હાલ અમરેલી શહેરને પાણી પુરવઠો પૂરો પાડતી મહી પરીએજ યોજનાની કેનાલમાં છેલ્લા ત્રણ-ચાર
દિવસથી સાફ-સફાઈ-મરામતની કામગીરી શરૂ હોવાથી પાણીના જથ્થામાં અછત સર્જાઇ હતી તેમજ પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થામાં અનિયમિતતા સર્જાઈ હતી. પરંતુ હાલ અમરેલી નગરપાલિકાને મહી પરીએજ યોજનાનું પાણી મળવાનું શરૂ થઈ ગયું હોવાથી અને પાણી વિતરણ શરૂ કરી આપવામાં આવ્યું છે.
થોડા દિવસથી પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થામાં જે અનિયમિતતા સર્જાઈ હતી તે આવનારા દિવસોમાં રાબેતા મુજબ નિયમિત થઈ જશે. અમરેલી શહેરના નાગરિકોને પાણી મળવા બાબતે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવા અમરેલી નગરપાલિકા દ્વારા જણાવવામાં આવે છે.