અમરેલી શહેરમાં પાલિકા દ્વારા મેગા ડીમોલિશનની તૈયારી

અમરેલી,
રાજયભરમાં સરકારી જમીનો ઉપર થયેલા દબાણો હટાવવા માટે પાલિકા વિસ્તારોમાં ઓપરેશન ચાલી રહયા છે તેમાં અમરેલી શહેરમાં પણ દબાણો હટાવવા માટેની તૈયારીઓ થઇ છે અને દબાણો કરનારાઓને સ્વેચ્છીક રીતે દબાણો હટાવવા માટે પાંચ દિવસની મહેતલ આપવામાં આવી છે.અમરેલીમા રૂપમ ટોકીઝ રોડથી સોમનાથ મંદિર સુધી કેબીન તથા ઢોર બાંધવાના વાડા, લાઠી રોડ સરદાર સર્કલથી લાઠી રોડ બાયપાસ છાપરા તથા ફુટપાથ તથા ઝુપડા, ચિતલ રોડ સરદાર સર્કલથી એરપોર્ટ સુધીના રોડ ઉપર કેબીન, ઝુપડા, છાપરા, બોર્ડ, લીલીયા રોડ ભીડભંજન મહાદેવ મંદિરથી લીલીયા રોડ ફાટક છાપરા તથા ફ્રુટ વેચવાના ઝુપડા, હીરામોતી ચોકથી સંકુલ બાયપાસ છાપરા, બોર્ડ, લારી (શાકભાજી માર્કેટ), સોમનાથ મંદિરથી સ્મશાન રોડ કેબીન તથા વરંડા, છાપરા,પોસ્ટ ઓફીસ માર્કેટીંગયાર્ડ રોડ શાકભાજી તથા ફ્રુટની લારી તથા છાપરા, આઇ.ટી.આઇ. સર્કલથી ગોપી સિનેમા મોટા બસ સ્ટેન્ડથી પાણી દરવાજા લારી, છાપરા, નાગનાથ મંદિરથી એલ.આઇ.સી. રોડ કેબીન તથા છાપરા, જુના તથા નવા નાના બસ સ્ટેન્ડ લારી, છાપરા, બોર્ડ, ટેલીફોન ઓફીસની સામે લારી તથા કેબીન, આયુર્વેદીક હોસ્પિટલની દિવાલે કેબીન, પોસ્ટ ઓફીસની દિવાલે ખાણી પીણીની લારીઓ, કેરીયા રોડથી કેરીયા રોડ ફાટક ફ્રુટની લારીઓ તથા છાપરા, બોર્ડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા લાઇબ્રેરી ચોક ફ્રુટની લારી તથા ચા સ્ટોલ, ખાણી પીણીની લારી, લાઇબ્રેરીથી બિનાકા ચોક છાપરા, બોર્ડ, મ્યુનીસીપલ ગર્લ્સ સ્કુલથી ગાંધીબાગની દિવાલ તથા સરદાર સર્કલ સુધી કેબીન તથા લારી, છાપરા, બોર્ડ, લીલાવતી સ્કુલ સિવીલ હોસ્પિટલ રોડ ઉપર લારી તથા ભંગારનો સામાન. શહેરના મુખ્ય તથા અન્ય રસ્તાઓના દબાણ દુર કરવામાં આવશે, રાધ્ોશ્યામથી શિવાજી ચોક કુંકાવાવ જકાતનાકાથી રામપરા બાપાસીતારામ સુધી અને બાપાસીતારામથી શિવાજી ચોક જેસીંગપરા વિસ્તારના તમામ રોડ શહેરી વિસ્તારના આંતરીક વિસ્તારોના રોડ પર થયેલા દબાણોનો સર્વે થઇ રહયો છે.આગામી પાંચ દિવસમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ રોડ તેમજ ખુલ્લી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ છાપરા, કેબીન, માલ સામાન, ઓટા, બોર્ડ, લારી કે અન્ય કોઇ સ્વરૂપ કાચા કે પાકા દબાણ કરેલ હોય તો તે હટાવી જમીન ખુલ્લી કરવા પાલિકા દ્વારા જાહેર નોટીસ ફટકારાઇ