- અમરેલી શહેરમાં કોરોનાને અટકાવવા માટે ફરી એક વખત કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ તંત્ર મેદાનમાં
અમરેલી,
અમરેલી શહેરમાં કોરોનાને અટકાવવા માટે ફરી એક વખત કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ તંત્ર મેદાનમાં આવ્યુ છે અમરેલી શહેરમાં પ્રાંત અધિકારી શ્રી સી.કે. ઉંધાડના માર્ગદર્શન હેઠળ તેમણે પોતે માસ્ક ડ્રાઇવ યોજી હતી અમરેલી શહેરના સીટીપીઆઇ શ્રી જે.જે. ચૌધરીનો સ્ટાફ તથા અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસર શ્રી એલ.જી.હુણ અને તેમની ટીમ તથા અમરેલીના મામલતદાર શ્રી સંપટની ટીમ સહિતના તંત્રને સાથે રાખી શહેરમાં માસ્ક માટે ઝુંબેશ શરૂ કરાઇ છે આજે શહેરની શાકમાર્કેટ, રાજકમલ ચોક સહિતના વિસ્તારોમાં શ્રી ઉંધાડની ટીમના ચાંપતા પગલાઓ લેવામાં આવ્યા હતા અમરેલી શહેરમાં માસ્ક માટે સતત ડ્રાઇવ ચાલુ રહેશે તેમ શ્રી ઉંધાડે જણાવ્યુ છે.બીજી તરફ અમરેલીમાં રાત્રી કર્ફ્યુને કારણે પોલીસે શહેરમાં ફરીને લોકોને જરૂરી સુચનાઓ આપી હતી. અમરેલી સિટી પોલીસ દ્વારા અમરેલી ની જનતા ને કોરોના વધતા જતા કેશ ને લઈ ને સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ અમરેલી શહેર મા ફરી જાણ કરવામાં આવી. સિટી પી આઇ જેજેચૌધરી, પી એસ આઈ વિવી પંડ્યા, પી એસ આઈ એમ પી પંડ્યા હાજર રહ્યાં હતાં.