અમરેલી શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધીનાં બોર્ડ લાગી ગયા..!

અમરેલી,અમરેલી શહેરમાં માતેલા શાંઢની જેમ પુરપાટ ઝડપે દોડતા વાહનોનાં કારણે અનેક વખત અકસ્માતનાં બનાવો બન્યા છે અને તેમાં કેટલાય લોકોએ પોતાની જાન ગુમાવી છે. આ સમસ્યા હલ કરવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્રારા ભારે વાહનોને શહેરમા પ્રવેશ બંધી ફરમાવતુ એક જાહેરનામુ તાજેતરમાં બહાર પાડ્યુ હતુ.જેનો અમલ સરૂકરી દેવામાં આવ્યો છે અને શહેરનાં પ્રવેશ દ્રારષમા દ્રારો ઉપર વાહન પ્રવેશ બંધીનાં બોર્ડ લાગાવી દેવામાં આવ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરમાં ભારે વાહનો બેફામ રીતે દોડી રહ્યાહોય જેના કારણે નાના-મોટા અકસ્માતનાં બનાવો બન્તા હોય આ સમસ્યા હલ કરવા માટે તાજેતરમાં અમરેલી જિલ્લા કલેક્ટર દ્રારા એક જાહેરનામુ બહાર પાડી અને ભારે વાહનોને પ્રવેશ બંધી સવારનાં 6 વાગ્યાથી રાત્રીનાં 10 વાગ્યા સુધી કોઈ વાહનો એ પ્રવેશ કરવો નહી,આ જાહેરનામામાં જે વાહનોને મુક્તિ આપવામાં અઆવી છે તેમા સરકારી વાહનો,એસટી બસો,તથા ઓઈલ કંપનીનાં વાહન તથા ટેંકરોને મુક્તિ આપવામાં આવીછે.