અમરેલી શહેરમાં મહીલા વાહનચાલકોને ટ્રાફીક નિયમન અંગે પેમ્પલેટોનું વિતરણ

અમરેલી,
અમરેલીમાં મહિલા વાહન ચાલકોને ફુલ તથા ટ્રાફીક નિયમન અંગેના પેમ્પ્લેટ આપીને નિયમોનું સખ્ત પાલન કરવાનું સુચનો કરાવતી અમરેલી મહિલા પોલીસ સ્ટેશનપોલીસ મહાનિર્દેશક, એસ.ટી.બી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓ દ્વારા ટ્રાફીક એન્ફોર્સમેન્ટ અંગેની રોડ સેફટી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડેરી ના માર્ગદર્શનથી પોલીસ ઇન્સ.શ્રી કે.સી.પારગી તથા મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રોડ ઉપર વાહન ચલાવતી મહિલાઓને ટ્રાફિક અવેરનેસ બાબતે મહિલા વાહન ચાલકોને ગુલાબનું ફુલ આપી તથા પેમ્પ્લેટ આપીને ટ્રાફીકના નિયમોનું સખ્ત પાલન કરવા અંગે સમજુતી આપવામાં આવેલ. જેમાં વાહનચાલક બહેનોને ઓવર સ્પીડમાં વ્હિકલ ના હંકારવું, રોંગ સાઇડમાં વાહન ન ચલાવવું, ડ્રાઇવીંગ દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, અવ્યવસ્થિત પાર્કિંગ ન કરવું, હેલ્મેટ પહેરી રાખવું તેમજ ફોર વ્હીલર ચલાવી બહેનોને સીટ બેલ્ટ અવશ્ય બાંધવો વિગેરે બાબતે સમજુતી આપી અને ટ્રાફીક નિયમ ભંગનો દંડ આપવાના બદલે ગુલાબનું ફુલ તથા ટ્રાફીક નિયમન અંગેના પેમ્પ્લેટ આપવામાં આવેલ આમ, આ કામગીરીમાં પો.ઇન્સ. કે.સી.પારગી તથા પો.સબ ઇન્સ. પી.વી.સાંખટ તેમજ અમરેલી મહીલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાઓ જોડાયેલ હતા.