અમરેલી શહેરમાં મોડી રાત્રીના ભેજ વધતા વાતાવરણમાં ઠંડક : દિવસે કાળજાળ ગરમી

અમરેલી, અમરેલી શહેરમાં હવે ધીમે ધીમે ઉનાળો જામતો જાય છે. પરંતુ રાત્રીના સમયે ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે મેઘરવો આવતા વાતાવરણમાં ઠંડક રહે છે. અને હાલમાં મીશ્ર ૠતુનો અહેસાસ લોકોને થઇ રહયો છે. હાલમાં ગરમીમાં પણ વધ – ઘટ જોવા મળે છે. અમરેલી શહેરમાં તાપમાન 39 ડીગ્રીએ પહોંચતા લોકો અકળાઇ ઉઠયા હતા. હોળી – ધ્ાુળેટી બાદ ગરમીના પ્રમાણમાં વધારો થતા પારો 40 ડીગ્રીએ પાર થશે.