અમરેલી શહેરમાં રોડના અટકેલા કામો તુરંત શરૂ કરવા કલેકટરશ્રીની મંજુરી માંગતી નગરપાલીકા

અમરેલી,લોકડાઉનને કારણે શહેરના અનેક સીસી રોડ મંજુર થવા છતા કામ શરૂ થયુ નથી ત્યારે અમરેલી શહેરમાં રોડના અટકેલા કામો શરૂ કરવા કલેકટરશ્રીની નગરપાલીકા દ્વારા મંજુરી માંગવામાં આવી છે.હાલના સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામના કામોને છુટ આપવામાં આવી છે.
પણ શહેરી વિસ્તારમાં છુટ નથી જો કે અમરેલી નગરપાલીકાને મજુર પણ મળી શકે તેમ છે જો મંજુરી મળે તો હાલના સંજોગોમાં શહેરના રસ્તા વધ્ાુ સારી રીતે બની શકે તેમ છે.