અમરેલી શહેરમાં લોકડાઉન દરમિયાન ટયુશન કલાસ ચલાવતી યુવતી સામે ગુનો દાખલ કરાયો

અમરેલી,એક તરફથી અમરેલી કલેક્ટરશ્રી આયુષકુમાર ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા સતત કામગીરી ચાલુ છે અને કોરોનાને રોકવા દિવસ રાત એક કરાઇ રહયા છે.
ત્યારે અમરેલીમાં ટયુશન કલાસીસ ચલાવી અનેક બાળકો ઉપર જોખમ ઉભુ કરનાર એક યુવતી સામે સીટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા નીલેશભાઇ ડાંગર તથા વિમળાબેન બોરીચા પેટ્રોલીંગમાં હાતા.
તે દરમ્યાન અમરેલી શહેરમાં સવજીપરા રોડ, હઠીલા હનુમાન મંદિર પાસે બાળકોને પોતાના રહેણાંક મકાને બોલાવી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર માસ્ક ન પહેરી ટ્યુશન ચલાવી અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાં નો ભંગ કરતી યુવતી સામે પોલીસે ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.