અમરેલી શહેરમાં લોકોના આરોગ્યને હાનીકરતા ત્રણ લોકો સામે કાર્યવાહી

  • મદીના મસ્જીદ પાસે ગંદકી કરતા નોનવેજની દુકાન ધારક સામે ફરિયાદ

અમરેલી, અમરેલીના હઠીલા હનુમાન મંદિર રોડ ઉપર મદીના મસ્જીદ પાસે આવેલ. જીલાની ચીકનના ધંધાથી સદામ નજીર મોર, આરીફ બાબુ ભટ્ટી, નજીર ઇબ્રાહીમ મોર પોતાની દુકાને વગર લાયસન્સે માંસ – મચ્છી વેચાણ કરી કોરોના મહામારીમાં લોકોના આરોગ્યને નુકસાન કરી. જાહેર રસ્તા ઉપર ગંદકી ફેલાવી કતલ કરી પાલિકાની ખુલી ગટરમાં લોહી વહાવતા મહિલા એ.એસ.આઇ. વિમળાબેન બોરીચાએ ફરિયાદ નોંધાવતા માંસ – મચ્છી કબ્જે કરેલ. રેઇડ દરમિયાન નજીર ઇબ્રાહીમ હાજ મળી આવેલ નહી.