અમરેલી શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

અમરેલી,
અમરેલી શહેરમાં રવિવારે મોડી રાત્રીના ભેજનુ પ્રમાણ વધવાથી વાતાવરણમાં પલ્ટો આવવાથી વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ હતી. સવારના 9 વાગ્યા સુધી ધુમ્મસની અસર રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેેલીનો સામનો કરવો પડયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને લાઇટ અને ઇન્ડીકેટર શરૂ રાખીને ધીમી ગતીએ વાહનો ચલાવવા પાડયા હતા. વાહનોની લાઇટ ધુમ્મસના કારણે દીવા જેવી જોવા મળતી હતી.
તેમજ મોરનીંગ વોકમા નીકળેલા લોકોએ ગાઢ ધુમ્મસનો આનંદ માણ્યો હતો. મોડી રાતથી સવાર સુધી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. જયારે બપોરના ધોમધખતા તાપનો લોકોએ અનુભવ કર્યો હતો.