અમરેલી શહેરમાં સરકારી ટીમો ત્રાટકી : અનેક દુકાનો સીલ કરાઇ

અમરેલી,
હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ તેનો પ્રકોપ ફેલાયેલ હોય, તદ ઉપરાંત હાલમાં દિપાવલી સહિત ભાઇબીજ જેવા તહેવારો પુર્ણ થયેલ હોય, આ તહેવારની સીઝનમાં અમરેલી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી નાગરીકો તહેવારને અનુલક્ષી ખરીદી માટે અમરેલી શહેરની બજારમાં કોઇપણ સોશ્યલ ડીસ્ટન્સ કે ચહેરા પર માસ્ક પહેર્યા વગર ખરીદી કરતા હોય છે. જેના કારણે છેલ્લા બે દિવસથી અમરેલી શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવા પામેલ છે. આથી કલેકટરશ્રી અમરેલીના હુકમ તેમજ સુચના અનુસાર અમરેલી શહેરમાં ખાણી પીણી, ફાસ્ટફુડ, હોટલ, રેસ્ટોરન્ટ, લારી, ધાર્મિક અનુષ્ઠાન મંદિર સહિતમાં રૂબરૂ જઇ આરટીપીસીઆર ટેસ્ટ કરવા તેમજ અમરેલી શહેરના તમામ વર્ગના વેપારીને દરરોજ રૂબરૂ સ્થળે જઇ, નોીસ આપી, કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાલ કાર્યરત છે. જે કામગીરીમાં વધારો કરી, તમામ દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સના નિયમનું પાલન થાય છે કે કેમ ? તે અંગે સ્થળ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન થતું માલુમ પડે તો દંડની તેમજ દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત અમરેલી શહેરમાં નાગરીકો, વાહન ચાલકો ચહેરા ઉપર માસ્ક પહેર્યા વગર નજરે પડે તો આવા તમામ નાગરીકો સામે માસ્કનો દંડ સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ કરવા માટે જે વેપારીઓને નોટીસ આપવામાં આવેલ હોય તેવા વેપારીઓ દર્શાવેલ તારીખ મુજબ કોરોના ટેસ્ટ કરવા માટે જે વેપારીઓને નોટીસ આપવામાં આવેલ હોય તેવા વેપારીઓ દર્શાવેલ તારીખ મુજબ કોરોના ટેસ્ટ નહી કરાવે તો આવા વેપારીઓની દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે અંગે મામલતદાર અમરેલી શહેર, શહેર પોલીસ અધિકારીશ્રી તેમજ અમરેલી નગરપાલિકાના કર્મચારીઓની ખાસ નિયુક્તી કરવામાં આવેલ છે. જેઓ દ્વારા સંકલનમાં રહી કોરોના લગત નિયમોનું કડક પાલન કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં જાહેર જનતાએ સાથ સહકાર આપવા જણાવાયુ છે.