અમરેલી શહેરમાં સોસાયટીએ સોસાયટીએ કોરોનાનાં ડેરાતંબુ : કોરોનાનાં 11 કેસ

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં નવા 30 કેસ નોંધાયા : રેપીડ ટેસ્ટને કારણે વધુ કેસ આવી રહયા છે
  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 30 કેસ સાથે કુલ સંખ્યા 1671 થઇ : 245 દર્દીઓ સારવારમાં : ધારી પંથકમાં 6, કુંડલા પંથકમાં 4 કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોનાનાં 30 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1671 થઇ છે અને આ વખતે પણ અમરેલીમાં કોરોનાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ દરેક સોસાયટીઓમાં પોઝિટિવ કેસ આવી રહયા છે આજના 30 કેસમાં 11 કેસ તો અમરેલી શહેરનાં જ છે જ્યારે બે કેસ ગ્રામ્ય વિસ્તારના છે.
અમરેલી શહેરનાં જશોદાનગર, ગજેરાપરા, ગંગાપાર્ક, મોહનનગર, ગાયત્રી મંદિર પાસે, વૃંદાવન પાર્ક, ગાંધીપાર્ક, પોસ્ટલ સોસાયટી, સરદારનગર, જેશીંગપરા અને લાઠી રોડ તથા તાલુકાના જાળીયા અને વાંકીયાના પણ એક એક નોંધાયા છે આ ઉપરાંત ધારી પંથકમાં ભાડેરમાં 2 કેસ, ધારી પ્રેમપરા, પુરબીયા શેરી તથા સરસીયા મળી કુલ 6 કેસ અને સાવરકુંડલામાં ગુરૂકુલ કોલેજ પાસે, નેસડી ગ્રામ સોસાયટી, મહાદેવ શેરી અને નેસડી રોડ મળી ચાર કેસ આવ્યા છે આ ઉપરાંત બગસરાના હામાપુર, ખાંભાના મોટા સમઢીયાળા, દામનગર, બગસરાના માવજીંજવા અને બાબરાના લુણકીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત સાવરકુંડલાની નંદીગ્રામ સોસાયટી, નાના રાજકોટ, રાવડી, બગસરા, અમરેલી મેડીકલ કોલેજ, ધરાઇના શંકાસ્પદ દર્દીઓ પણ દાખલ થયા છે અને કોરોના વાયરસને કારણે અમરેલી મેડીકલ કોલેજના 27 વર્ષના ડોકટર પણ પોઝિટિવ આવ્યા છે જ્યારે બીજા ત્રણ ડોકટરોને શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.