અમરેલી શહેર અને ગ્રામ્યમાં અધિકારીઓને જવાબદારી સોંપતા પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ

  • નિયમોની અમલવારી, કોરોના ટેસ્ટ, પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસીંગ, હોમ કવોરન્ટાઇન અને વેક્સિનેશનની ફરજો સોંપાઇ

અમરેલી,
અમરેલીના મામલતદારને શહેરના વોર્ડ નં.2,3,4 ચીફ ઓફીસરને 1,5,7 નાયબ કાર્યપાલક ઇજનેરને 6,8,11 અને સંકલીત બાળ વિકાસ અધિકારીને વોર્ડ નં.9,10 તથા અમરેલીના ગ્રામ્ય મામલતદાર, ટીડીઓ, જિલ્લા શ્રમ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અમરેલીના ગામડાઓની જવાબદારી પ્રાંત અધિકારી શ્રી ઉંધાડ દ્વારા સોંપવામાં આવી છે.
જેમને નિયમોની અમલવારી, કોરોના ટેસ્ટ, પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસીંગ, હોમ કવોરન્ટાઇન અને વેક્સિનેશનની ફરજો સોંપાઇ છે જેના માટે પ્રાંત અધિકારીશ્રીએ તાકિદની બેઠક યોજી હતી.