અમરેલી શહેર અને જિલ્લાને હચમચાવતા આપઘાતના બનાવો

 • ખેડુતથી લઇ સામાન્ય મજુર તથા હાઇ પ્રોફાઇલ આગેવાન અને સરકારી કર્મચારી,વેપારીઓના આપઘાતના બનાવોના સીલસીલાથી લોકો સ્તબ્ધ
 • અમરેલીમાં બુધવાારે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના સીનીયર કલાર્ક અને કરોડોના દેણામાં ડુબેલા બનાતા મેડીકલ સ્ટોરના વેપારીનો આપઘાત
 • અમરેલી જિલ્લામાં છેલ્લા એકવીસ દિવસમાં 16 આપઘાતના બનાવોથી ખળભળાટ

અમરેલી,
શિક્ષિત ગણાતા અમરેલી જિલ્લામાં અધિક મહિનાના અંતમાં અને આસો મહિનાની શરૂઆતમાં આપઘાતના બનાવોએ માજા મુકી હોય તેમ છેલ્લા 21 દિવસમાં અમરેલી જિલ્લામાં સતાવાર રીતે આપઘાતના 16 બનાવો નોંધાયા છે ભુલમાં અને અકસ્માતમાં ખપાવી દેવાયા હોય તેવા બનાવો અલગ છે પરંતુ ખેત મજુરથી લઇ ખેડુત અને જેનું અનુકરણ આખો સમાજ કરે છે તેવા આગેવાનથી માંડી અનેક લોકો સાથે ઘરોબો ધરાવતા યુવાન વેપારી અને શિક્ષણ વિભાગમાં સિનીયર કલાર્ક જેવી જગ્યાએ ફરજ બજાવતા યુવાન અને બેકારીથી કંટાળેલા નવ યુવાનોના મોતના સીલસીલાએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે લોકડાઉન વખતે સદંતર બંધ થઇ ગયેલા બનાવો હવે ચાર ગણી ઝડપે બની રહયા છે.અમરેલી જિલ્લાની સામાજિક સંસ્થાઓ આ મામલે આગળ આવી અકાળે બનતા આવા બનાવોને અટકાવે તે જરૂરી છે નહીતર જેવી રીતે અમરેલી જિલ્લામાંથી સગીર અને પુખ્ત વયની દિકરીઓના અપહરણ, બળાત્કાર અને ચાલ્યા જવાના બનાવો વધી રહયા છે તેવી જ રીતે અમરેલી જિલ્લો આપઘાતમાં પણ નંબર વન સાબિત થશે તેમા કોઇ શંકા નથી.

 • આપઘાતની 21 દિવસની યાદી
  તારીખ ગામ કારણ
  4 ઓકટોમ્બર મોટા સમઢીયાળા ઠપકાને કારણે ખેડુતનો આપઘાત
  5 ઓકટોમ્બર અમરેલી સ્વ. જીતુભાઇ તળાવિયાની વિદાય
  6 ઓકટોમ્બર માંગવાપાળ પરણીતાનો આપઘાત
  7 ઓકટોમ્બર લાઠી બિમારીથી પરણીતાનો આપઘાત
  9 ઓકટોમ્બર મોટા આંકડીયા પ્રૌઢનો આપઘાત
  10 ઓકટોમ્બર અમરેલી રોકડીયામાં યુવતીનો ગળાફાંસો
  12 ઓકટોમ્બર લાઠી આધોડનો એસીડ પી આપઘાત
  13 ઓકટોમ્બર રાજુલા બેકાર યુવાનનો ગળાફાંસો
  13 ઓકટોમ્બર વાંડલીયા બેકાર યુવાનનો ગળાફાંસો
  14 ઓકટોમ્બર તોરી બિમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત
  14 ઓકટોમ્બર નાની ધારી યુવાનનો ઝેર પી આપઘાત
  16 ઓકટોમ્બર નેસડી બેકારીથી યુવાનનો ગળાફાંસો
  18 ઓકટોમ્બર રાજુલા પત્નીના વિરહમાં પતિનો આપઘાત
  19 ઓકટોમ્બર વડીયા આદિવાસી આધોડનો ગળાફાંસો
  21 ઓકટોમ્બર અમરેલી સંદિપભાઇ ઘીનૈયાનો આપઘાત
  21 ઓકટોમ્બર અમરેલી શિક્ષણ કચેરી સિનીયર કલાર્ક