અમરેલી શહેર અને જિલ્લામાં સ્થાનિક ચૂંટણીનો ટ્રેન્ડ બદલાયો

  • સ્થાનિક સ્વરાજયનો જંગ કાંડાના બળે નહી પણ પાર્ટીના બેનરથી લડાશે
  • ઉમેદવારો સ્થાનિક કક્ષાએ પોતાના ચહેરાથી જીતતા હતા : આ વખતે જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ જ્ઞાતિની સંખ્યા જોઇ ટીકીટ આપી : માત્ર બે જ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી કરી

અમરેલી,
અમરેલી જિલ્લામાં આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો જંગ કાંડાના બળે નહી પણ પાર્ટીના બેનરથી લડાશે તેવું લાગી રહયું છે કારણ કે, જિલ્લા મથક અમરેલી શહેર અને જિલ્લામાં સ્થાનિક ચૂંટણીનો ટ્રેન્ડ બદલાયો હોય તેવુ આ ચૂંટણીમાં થયેલી ઉમેદવારીએ સિધ્ધ કર્યુ છે.અત્યાર સુધી પાલિકા કે જિલ્લા અને તાલુકા પંચાયતો માટે ઉમેદવારો સ્થાનિક કક્ષાએ પોતાના ચહેરાથી જીતતા હતા પણ હવે પક્ષનો સહારો લેવો પડી રહયો છે એ આવનારા સમયના એંધાણ આપી રહયા છે કે, અહી અંગત સબંધો બહુ ટુંકા થઇ રહયા છે હાય હેલ્લો ફકત મોબાઇલો કે સૌશ્યલ મીડીયા પુરતા જ રહેવાના છે.
આ વખતે જિલ્લા,તાલુકા પંચાયતો અને પાલિક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ જ્ઞાતિની સંખ્યા જોઇ ટીકીટ આપી છે લોકોએ અપક્ષ લડવાને બદલે ન ચાલતા એવા પક્ષોનો સહારો લીધો છે અમરેલી પાલિકામાં માત્ર બે જ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી કરી છે.