અમરેલી શહેર અને જિલ્લામાં જામતો જતો શિયાળાનો માહોલ : 17.5 ડિગ્રી તાપમાન

  • સવારે સુર્યનારાયણના દર્શન બાદ છવાઇ જતું હુંફાળુ વાતાવરણ : બેવડી ૠતુ યથાવત

અમરેલી,અમરેલી સહીત સમગ્ર સોૈરાષ્ટ્રમાં બેવડી ૠતુના અહેસાસ સાથે વાતાવરણમાં પરીવર્તન આવ્યું છે અમરેલીમાં વહેલી સવારે 17.5 ડિગ્રી તાપમાન રહયુ હતુ .
સમગ્ર સોૈરાષ્ટ્રમાં સોૈથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં અને સોૈથી વધુ 17.8 ડિગ્રી અમદાવાદમાં નોંધાયુ હતુ સોૈરાષ્ટ્રભરમાં ધીરે ધીરે શિયાળાનો માહોલ જામતો જાય છે અને રાત્રીના અને સવારે ઠંડીની અસર અનુભવાય છે જેને કારણે ગરમ કપડાંઓ ઓઠવા પડે પણ સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે હુફાળુ વાતાવરણ છવાઇ જાય છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ ગરમીની અસર વધવા લાગે છે બપોરના સમયે મહતમ તાપમાનમાં વધારો થતા ઉનાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે.