અમરેલી શહેર અને જીલ્લાભરમાં તાપમાનમાં વધારો

  • રાજ્યના વિસ્તારોમાં તા.4 થી તા.7 સુધીમાં તાપમાન ઉચકાશે: 36 થી 40 ડિગ્રી તાપમાન જોવા મળશે

અમરેલી,
શિયાળાની ૠતુ બાદ હવે સતાવાર રીતે ઉનાળાનું આગમન થઇ રહ્યું. અને ધીમે ધીમે તાપમાનમાં વધારો થતા ગરમીના દિવસો થયા છે. શરૂઆતી દિવસોમાં જ આકરા તાપ સાથે ગરમી સહન કરી પડશે. આવતા સપ્તાહના અંતમાં ગરમીનો પારો અમુક સેન્ટરરોમાં 40 ડિગ્રી આસપાસ પહોચી જાય તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. જ્યાારે સોૈરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં તા. 4 થી તા.8 દરમ્યાન પવનોનો દિશા અવિરત ઉતર પશ્ર્ચિમી જોવા મળશે તેમાં સવારના ભેજના પ્રમાણમાં પણ વધારો ઘટાડો જોવા મળશે.