અમરેલી શહેર જિલ્લાભરમાં આજથી કોલેજોમાં વર્ગખંડોમાં શિક્ષણ શરૂ : વર્ગમાં પાંખી હાજરી

  • કોરોના ગ્રસ્ત સ્થિતિને કારણે લોકડાઉનમાં વર્ગખંડમાં શિક્ષણ બંધ થયા બાદ
  • અમરેલી મહિલા કોલેજ અને આર્ટસ કોમર્સ કોલેજ, પટેલ સંકુલ સહિતની કોલેજોમાં આજથી વર્ગખંડોનું શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓનો ધમધમાટ શરૂ થયો : એસટી બસોમાં પણ ટ્રાફિક

અમરેલી,
કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયા બાદ રાજ્યમાં શિક્ષણ બંધ કરાતા ઓનલાઇન સુવિધા કરવામાં આવી હતી. લાંબો સમય સુધી વેકેશન દરમિયાન ઓનલાઇન શિક્ષણ અપાતુ હતું. પરંતુ હવે પરિસ્થિતિ અંકુશમાં આવતા રાજ્ય સરકારે આપેલા આદેશ મુજબ અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો છે.
અમરેલીમાં મહિલા કોલેજ, આર્ટસ કોલેજ, કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, પટેલ સંકુલ સહિતની કોલેજોમાં આજે વર્ગખંડોમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં કોલેજમાં વિદ્યાર્થીઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. અમરેલીમાં શિક્ષણ વિભાગ દ્વારા મળેલી વિગતો મુજબ અમરેલી મહિલા કોલેજમાં ટીવાયનાં વર્ગ શરૂ થયેલ છે. જ્યારે આવતા સમયમાં એસવાય અને એફવાયનાં વર્ગો શરૂ થશે. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ હવે બંધ કરવું જોઇએ કારણ કે, ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓ મોબાઇલ શરૂ કરીને બીજા કામે વળગી જતા હોય છે. અને તેમાં ટીચર પણ આળસુ બની જતા હોય છે. મહિલા કોલેજમાં નાની બેચમાં એક વિદ્યાર્થી અનેમોટા બેચમાં બે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કોલેજમાં સેનેટાઇઝરની વ્યવસ્થા અને ફરજીયાત માસ્ક સાથે શિક્ષણ કાર્ય શરૂ કરેલ છે. જ્યારે અમરેલીની આર્ટસ અને સાયન્સ કોલેજમાં ટીવાયનાં બે વર્ગ તા.11-1થી તેમજ ટીવાય, બીબીએ એક વર્ગ શરૂ કરેલ છે. એફવાય તા.8-2થી તેમજ બીકોમના બે વર્ગ એફવાય, બીબીએ એક વર્ગ શરૂ કરવામાં આવેલ છે. જ્યારે એસવાયનાં ઓનલાઇન વર્ગો શરૂ છે.