અમરેલી શહેર જિલ્લાભરમાં ઝાપટાથી ત્રણ ઇંચ વરસાદ

  • હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે
  • ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકોને વ્યાપક નુકશાન
  • જિલ્લાભરમાં અવિરત વરસાદ શરૂ રહેતા નદી નાળા, ચેકડેમો છલકાયા
  • ઉપરવાસમાં વરસાદથી ચેકડેમ, તળાવો અને જળાશયોમાં પાણીની ભરપુર આવક
  • અમરેલી તાલુકાના ખારાપાટ વિસ્તારના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો

અમરેલી,
હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી શહેરમાં અને જિલ્લામાં રવિવારે હળવા ભારે વરસાદ પડયા બાદ આજે બીજા દિવસે સોમવારે પણ બપોર બાદ આકાશમાં વાદળાઓ છવાતા વધ્ાુ હળવા ભારે ઝાપટાથી લઇને ત્રણ ઇંચ જેવો વરસાદ પડયો હતો લાઠીના અકાળામાં વરસાદના ઝાપટાઓ પડયા હતા. અનીડામાં ગઇ કાલે અઢી ઇંચ અને આજે વધ્ાુ એક ઇંચ વરસાદ પડયો હતો. આંબરડીમાં અડધો ઇંચ, બાબરામાં ગઇ કાલે અડધાથી પોણો ઇંચ અને આજે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ વહેતા થયા હતા. અમરેલી તાલુકાના બાબાપુર, ગાવડકા, વાંકીયા, મેડી, તરવડા, ખીજડીયામાં ધોધમાર વરસાદ પડયો હતો. ગઇ કાલે પણ ઉપરોક્ત ગામોમાં વરસાદ પડયો હતો. વધુ પડતા વરસાદના કારણે ખેડુતોનો ખેતીનો પાક રહયો સહયો પણ નાશ પામવાના આરે છે. ચલાલા શહેરમાં ગઇ કાલે ધોધમાર વરસાદ પડયો હતો. દામનગરમાં ગઇ કાલે અડધો ઇંચ વરસાદ પડયો હતો. ધારીમાં પણ ગઇ કાલે અડધો ઇંચ વરસાદ પડયો હતો.ડેડાણમાં ગઇ કાલે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. ધારગણીમાં ગઇ કાલે અડધો ઇંચ વરસાદ પડયો હતો. ચિતલમાં આજે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડતા નદીમાં પાણી વહેતા થયા હતા. જાફરાબાદ શહેરમાં ગઇ કાલે અઢી ઇંચ વરસાદ પડયો હતો. લીલીયાના હાથીગઢમાં ગઇ કાલે અને આજે એક ઇંચ વરસાદ પડયો હતો કુંકાવાવમાં એક ઇંચ, ખાંભામાં ગઇ કાલે એક ઇંચ, વડીયામાં ગઇ કાલે દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે અમરેલી શહેરમાં આજે પોણો ઇંચ વરસાદ પડયો છે.
અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદના આંકડામાં ગઇ કાલે અમરેલી 7 મી.મી, ખાંભા 24 મી.મી, જાફરાબાદ 76 મી.મી, ધારી 8 મી.મી, બગસરા 36 મી.મી, બાબરા 24 મી.મી, લીલીયા 8 મી.મી, વડીયા 12 મી.મી, સાવરકુંડલા 10 મી.મી, જ્યારે આજે સવારના 6 થી સાંજના 6 સુધીમાં અમરેલી 19 મી.મી, ખાંભા 5 મી.મી, બાબરા 6 મી.મી, રાજુલા 3 મી.મી, લીલીયા 12 મી.મી, વડીયા 10 મી.મી. વરસાદ નોંધાયો હતો. ડેડાણમાં આજે બપોરના 1 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થતા સુપડાની ધારે વરસાદ આવતા ડેડાણની અશુક નદીમાં ધોડા પુર આવ્યુ હતું. અને ખેતીને નુકશાન થયેલ છે. જોરદાર પવન સાથે વિજળીના કડાકાને ભડાકા ના કારણે લોકોમાં ભય જેવું વાતાવરણ થયુ હતું. અને અંદાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો. તેમાં ડેડાણ, ત્રાકુડા, વાંગધ્રા માલકનેસ નિંગાળા મુંજીયાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડયો છે. અને ખેતીને મોટુ નુકસાન થયુ છે. રાજય સરકાર તાકીદે સર્વે કરાવે તેવી માંગણી ઉઠી છે. ડેડાણની બાજુના ગામ વાંગધ્રામાં વાલજીભાઇ જાદવભાઇના ખેતરમાં પાણી ભરાયા છે. અમરેલીમાં બારેમેઘ ખાંગા ફતેપુરમાં પાણી પાણી અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાથી ફતેપુરામાં ખેતરોમાં પણી ભરાવાની પરિસ્થીતી ને લઈને નેરા વાડી કેડામાં ગોઠનડૂબ થયા હતા તેમ સતિષ રાઠોડની યાદીમાં જણાવાયુ છે.
લોર
જાફરાબાદ પંથકમાંના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો કાલે રવિવારે બપોરે આ ભાદરવા માસમાં અષાઢી માહોલ જામ્યો હતો હેમાળ ગામે તો મોબાઈલ ના ટાવર ઉપર વીજળી પડતાં કોઈ જાન હાની થઈ નથી તેમ હેમાળ ગામ ના સરપંચ મલયુભાઈ ખુમાણ ને ફોન કરી ને પુષ્ટિ કરી હતી અમારા પ્રતિનિધિ ડિ ડિ વરૂ એ સરપંચ સાથે વાત કરી હતી ટાવર ઉપર વીજળી પડતાં કોઈ જાન હાની થઈ નથી તેમ હેમાળ સરપંચ મલયુભાઈ ખુમાણ જણાવ્યું હતું છેલણા.એભલવડ જીકાદરી પીછડી ફાચરીયા લોર અને નિગાળા વાગઘા ના ગામો માં વરસાદ પડ્યો હતો તેમજ વાગધા નિગાળા ફાચરીયા માં ધોધમાર વરસાદ વરસતા લોર ની ધાતલ નદીમાં ઘોડાપુર આવતા લોર ગામોના લોકો પુર જોવા ઉમટી પડ્યા હતા.