અમરેલી,
છેલ્લા પાંચેક દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આંખના રોગે દેખા દીધી છે આ રોગમાં સૌ પ્રથમ દર્દીને આંખમા ચીપડા આવવા લાગે આંખો લાલ થાય છે દુખાવો થાય છે તાવ આવે છે નબળાઈ આવે છે અને આ રોગ ખુબ ચેપી માનવામાં આવે છે અમરેલી જિલ્લામા પણ આ (અંખીયા મિલાકે) રોગ કંજકટીવાઈટીસ પ્રવેશી ચુક્યો છે ખાસ કરીને સ્કુલે જતા બાળકોને સાવચેતી રાખવી જરૂરી બની છે, પરંતુ અમરેલી જિલ્લાના મોટાભાગના સરકારી દવાખાનાઓમા આંખના ડોક્ટર કે કોઈ ટેકનીશ્યન ન હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું છે જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોટા મોટ ખર્ચા અને ફરજીયાત શહેરમાં તપાસ કરાવવા આવવું પડે છે જેથી દર્દીને દવાખાને જવાનું મોડું થવાને કારણે ગંભીર પરિણામો ભોગવવા પડે છે, લોકોને સમય અને પૈસા બંનેનો વ્યય કરવો પડી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાની તમામ જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કે જે દવાખાનામાં આંખના ડોક્ટર, ઓપ્થોમેટ્રઈસ્ટ કે ટેકનીશ્યનની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા લોક માગણી ઉઠી છે અમરેલીના વર્તમાન ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ અગાઉ આ માગણી કરેલ છે જેમનો લોકો આભાર માની રહ્યા છે પરંતુ અમરેલી જિલ્લાની મોટાભાગની જગ્યાઓ હજુ ખાલીને ખાલી જ પડી છે. તો આરોગ્ય તંત્ર ધ્યાન આપે અને અમરેલી જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં આંખના ડોક્ટર કે ટેકનીશ્યનોની તુરંત ભરતી કરી અને આવતા સમયમાં લોકોને આંખના દર્દીઓ માટે કાયમી સેવાનો લાભ મળે એવા આરોગ્ય વિભાગ પગલાં ભરે એવી માંગ ઉઠવા પામી છે.