અમરેલી શહેર જિલ્લામાં ચુંટાયેલા પદાધિકારીઓને આવકારી અભિનંદન પાઠવતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા

અમરેલી,

અમરેલી જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતો તથા પાંચ નગરપાલિકાઓમાં સતત બીજી ટર્મમાં પણ ભાજપનો ભગવો લહેરાતા જિલ્લાભરમાં કેસરીયો માહોલ છવાઇ ગયો છે. બીજી ટર્મ માટે બિનહરીફ થયેલા પ્રમુખો, ઉપપ્રમુખોને આવકારી અમરેલી જિલ્લા દુધ સંઘના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયાએ બિરદાવેલ છે અને તમામને આવકારી અભિનંદન પાઠવ્યા છે. નવા હોદેદારો બિનહરીફ થતા શ્રી દિલીપભાઇ સંઘાણી અને શ્રી પરશોતમભાઇ રૂપાલા તથા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઇ કાબરીયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશીકભાઇ વેકરીયા, શ્રી હીરાભાઇ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશ કસવાલા અને શ્રી જનક તળાવીયા તથા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે. તેમ જણાવી તેમની સખત જહેમતથી જિલ્લાભરમાં પુન: સતા સ્થાને ભારતીય જનતા પાર્ટી બેસતા અમરેલી જિલ્લામાં લોકોને અનેકગણી સુવિધાઓ સાથે ફાયદો પણ થશે તેમ જણાવી શ્રી સાવલીયાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી શ્રીનો અંતિમ માણસ સુધી સરકારી સુવિધાઓ અને વિકાસના ફળો પહોંચે તેવા પ્રયાસો સફળ થશે. ઝડપી કામગીરીની ક્ષમતા પણ વધશે .