અમરેલી શહેર જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ત્રણ ગુન્હા નોંધાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે બહાર પડેલા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા ત્રણ શખ્સોને કુલ 38 ફીરકી અને રીલ મળી રૂા.9600 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.અમરેલીમાં સાજીદ ગફારભાઇ મેતર ઉ.વ.28 ને નવ ચાઇનીઝ રીલ અને ફીરકી રૂા.2500 ના મુદામાલ સાથે, બાબરાના મોટા દેવળીયામાં ઇરફાન ભીખુભાઇ પોપટીયા ઉ.વ.32ને 13 નંગ રીલ રૂા.2600ના મુદામાલ સાથે તેમજ બગસરા બાલમંદિર ચોક પાસે રાજુ બટુકભાઇ સીધ્ધપુરા ઉ.વ.50 ને કુલ 16 ફીરકી રૂા.4500 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.