અમરેલી શહેર જીલ્લાભરમાં હથિયારધારાનાં જાહેરનામાનો ભંગ કરાતા નવ ગુના નોંધાયા

અમરેલી,
અમરેલી જીલ્લામા હથિયારાધારા જાહેરનામાનો ભંગ કરતા ડુંગરના મજાદરમા ઝોલાપરના નકા ભીખાભાઈ વાઘને પાઈપ સાથે ખાંભાના ખડાધાર ચેક પોસ્ટે સુનિલ વિનુભાઈ રાઠોડ લોખંડનો પાઈપ રાખી નીકળતા, મોહન વશરામભાઈ પરમાર લોખંડનું ધારીયું લઈ નીકળતા તેમજ જાફરાબાદમા ગારીયાધારના ચિરાગ અનિલભાઈ ભટ બોલેરો જી.જે. 04 એ. ડબલ્યુ 7384 મા લોખંડનો પાઈપ રાખી નીકળતા , જાફરાબાદ મરીનના સામાકાંઠા વિસ્તારમા ગીરીશ સુરેશભાઈ ચુડાસમા તથા જીવન નાનજીભાઈ શીયાળને લોખંડના પાઈપ રાખી નીકળતા , મરીન પીપાવાવના ભેરાઈ ગામે સુમાર નનુભાઈ શેખને લોખંડનો પાઈપ રાખી નીકળતા, સાવરકુંડલા હાથસણી રોડ ગેઈટ પાસે સુરેશ કાળુભાઈ ડાભી તથા જુના બસ સ્ટેશન પાછળ ખાટકીવાડમા રહેતા જુનેદ યુસુફભાઈ બાવનકાને છરી સાથે નીકળતા પોલિસે હથિયારાધારા ભંગ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી.