અમરેલી શહેર ભાજપની ટીમમાં સર્વ સમાજનો સમાવેશ

  • શ્રી તુષાર જોષીની ટીમમાં શહેરભરના તરવરીયા કાર્યકરોને સ્થાન અપાયું
  • વોર્ડ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, બુથ સમીતી સહિત તમામ કાર્યકર્તાઓને સાથે રાખી બુથને મજબુત કરાશે : આગામી દીવસોમાં મોરચા અને કારોબારીની રચના કરાશે : નવી ટીમને ભાજપના આગેવાનો દ્વારા શુભેચ્ધ્છા સાથે આવકાર

અમરેલી,
અમરેલી શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ શ્રી તુષાર જોષીની ટીમમાં શહેરભરના તરવરીયા કાર્યકરોને સ્થાન અપાયું છે અને અમરેલી શહેર ભાજપની આ ટીમમાં સર્વ સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રી તુષાર જોષીએ જણાવેલ છે કે, વોર્ડ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, બુથ સમીતી સહિત તમામ કાર્યકર્તાઓને સાથે રાખી બુથને મજબુત કરવા પ્રયત્નો કરાશે અને સરકારની યોજનાઓને લોકો સુધી લઇ જવાશે તથા આગામી દીવસોમાં મોરચા અને કારોબારીની રચના કરાશે આ નવી ટીમને ભાજપના આગેવાનો દ્વારા શુભેચ્ધ્છા સાથે આવકાર અપાઇ રહયો છે.નવી ટીમમાં સર્વ શ્રી તુષાર જોષી પ્રમુખ,મનીષ ધરજિયા, બ્રિજેશ કુરુંડળે મહામંત્રી,ઉપ પ્રમુખ પ્રકાશ ભડકણ, ભાવેશ પરમાર, ભાવેશ સોઢા, સંજય માલવિયા, દલપત ચાવડા, મીનાબેન ચૌહાણ, મંત્રી શ્રી દિલીપ વાળા, દામજી ગોલ, પ્રવીણ ચાવડા, નિકિતા બેન મેહતા, અમિતાબેન બૂચ, પદમાબેન ગોસાઈ કોષાધ્યક્ષ શ્રી ભૂમિકા બેન વળોદરાનો સમાવેશ થાય છે.