અમરેલી શાંતાબા ગજેરા ટ્રસ્ટની વ્યવસ્થાને બિરદાવતા મુખ્યમંત્રી

અમરેલી,
અમરેલી જિલ્લામાં અગ્રેસર એવી સંસ્થા શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી ડાયમંડ પ્રા.લી. દ્વારા કોરોના મહામારીના સંકટ સમયે શ્રમજીવીઓ માટે કરાયેલી વ્યવસ્થા ગૌરવ પુર્ણ બાબત છે .
આવશ્યકતાના સમયે મદદ માટે આગળ વધ્ોલા હાથ અને હૈયુ આવકારદાઇ બને છે સુરત શહેરનાં આસપાસના વિસ્તારોમાં ફુડ પેકેટોનું વિતરણ તથા રહેવા જમવાની કરાયેલી વ્યવસ્થા બિરદાવતો પત્ર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી વસંતભાઇ ગજેરાને પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી છે તેમ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયુ છે.