અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ સેન્ટર ખુલ્લુ મુકાયું

રોજનાં નવા 20 થી 25 કાર્ડ નીકળે છે અને 10 થી 15 કાર્ડ રીન્યુ થાય છે, અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસે માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતોે, જરૂરિયાત મંદ લાભાર્થી દર્દીઓને માત્ર 10 મિનીટમાં કાર્ડ સુપ્રત કરી દેવામાં આવે છે
અમરેલી,
અમરેલી શહેર તેમજ તાલુકાનાં મુખ્ય મથકો ઉપર છેલ્લા 10 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલી રહી છે.
પરંતુ આ કાર્ડ કઢાવવા માટે હજુ જોઇએ તેટલી લોકોમાં જાગૃતતા નથી તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસે જો માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં આ સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.તેનું ઉદ્દઘાટન અવધ ટાઇમ્સનાં તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણનાં શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં બહાર ગામથી આવતા દર્દીઓ પાસે માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે સરકાર દ્વારા આપવામાં આવતી રૂા.4 લાખ જેવી સહાય ન મળવાનાં કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ સેન્ટર આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ કઢાવનાર દર્દીઓને માત્ર 10 મિનીટમાં કાર્ડ સુપ્રત કરી દેવામાં આવે છે. આ પ્રસંગે બાબુભાઇ હિરપરા, પીન્ટુભાઇ ધાનાણી, ડો.સતાણી, ડો.શોભનાબેન, મેડીકલ કોલેજનાં ડીન વિઠ્ઠલાણીભાઇ, સિવિલ સર્જન હરેશભાઇ વાળા તથા ડો.પટેલ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.