અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં માસ્ક ફરજીયાત

અમરેલી,હાલ કોરોના વાયરસના પગલે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના પ્રેસિડેટ વસંતભાઇ ગજેરા સુરત ખાતેથી તમામ દર્દીઓની આરોગ્ય સલામતી જળવાઇ રહે તે હેતુથી સતત સંપર્કમાં હોય તેમનાં માર્ગદર્શન હેઠળ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના તમામ વોર્ડ અને વિભાગો માં સેનીટાઇજ કરી અને ચેપ મુકત કરવાને કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે હોસ્પિટલમાં દરરોજ સવારે તેમજ સાંજના સમયે તમામ વિભાગ અને વોર્ડમાં સેનીટાઇજ કરવામાં આવી રહયુ છે. આ ઉપરાંત જીલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જાહેર સ્થળો પર માસ્ક પહેરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. તેમજ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ના તમામ કર્મચારીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત બનાવામાં આવ્યુ છે. માસ્ક નહી પહેરનાર કર્મચારી પાસેથી દંડ વસુલવામાં આવશે. ઉપરોકત કામગીરી સફળતા પૂર્વક પાર પડે તે માટે કેમ્પસ ડાયરેકટર પીન્ટુુભાઇ ધાનાાણી, ડો. શોભના મહેતા (તબીબી અધિક્ષક), ડો. હરેશ વાળા (સિવિલ સર્જન), ડો. સતાણી (આર.એમ.ઓ.) સહિતના ડોકટરો તેમજ હોસ્પિટલ નો સ્ટાફ જહેમત ઉઠાવી રહયો છે.