અમરેલી શીતલ કંપનીને ઇઆઇસી સર્ટીફીકેટ મળ્યું

  • ભારતની નિકાસ કરતી અગ્રેસર અને વિશ્ર્વસનીય કંપનીઓમાં અમરેલીની એસસીપીએલને ગૌરવભર્યું સ્થાન

અમરેલી,ભારતમાંથી નિકાસ કરતી કંપનીઓમાં શીતલ કંપનીને 2020ના વર્ષ માટે BRCGS / FSMA (U.S. FDA Module ) અંતર્ગત છ થી વધારે સેગ્મેન્ટ માટે ભારતની અગ્રેસર દસ કંપનીઓમાં શીતલ કંપનીને સ્થાન મળ્યું હતું, સાથે-સાથે ધ ઈકોનોમી ટાઈમ્સ ઇન્ડિયા દ્વારા પ્રતિ વર્ષ ભારતની વિકાસશીલ કંપનીઓને તેનો વિકાસ ગ્રાફ તપાસી તેમાંથી 150 કંપનીઓને મુલ્યાંકન ના આધારે ઇચહં આપવામાં આવે છે, તેમાં 2020 ના વર્ષમાં શીતલ કંપનીએ 90મું સ્થાન પ્રાપ્ત કરી પોતાની યશકલગીમાં ઉમેરો કર્યો છે .સૌથી મોટી સિદ્ધિની વાત તો એ છે કે EIC ( EXPORT INSPECTION COUNCIL ) મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભારત સરકાર દ્વારા શીતલ કંપનીને મિલ્ક અને મિલ્ક પ્રોડકટ્સ નિકાસ કરવા માટેનું સર્ટીફીકેટ પ્રાપ્ત થયું છે, જે અંતર્ગત ઘી, આઈસ્ક્રીમ, કુલ્ફી, પનીર, બટર, શ્રીખંડ, ફ્લેવર મિલ્ક અને મીઠાઈ જેવી પ્રોડક્ટ હવે ભારતના સીમાડાઓ વટાવી 165 જેટલા દેશોમાં નિકાસ માટે એલિજેબલ અને વિશ્વશનીય પ્રોડક્ટ આપતી કંપની તરીકે પ્રસ્થાપિત થઈ ચુકી છે ત્યારે ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, લાઈબીરિયા , માલાવી, સ્વીત્ઝરલેન્ડ અને યુગાંડા જેવા દેશોમાં નિકાસ થઇ રહી છે. શીતલ કંપની ની આ સફળતા અને સિદ્ધિ બદલ ભારત,ગુજરાત અને અમરવલ્લી અમરેલી ગર્વ અનુભવે છે. સ્નરેહીઓ, શુભેચ્છકો અને કોર્પોરેટ જગત તરફથી સતત અભિનંદનની વર્ષા થઇ રહી છે.