અમરેલી શ્રી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદના ચાર સેમ્પલ લેવાયા

અમરેલી,આજે અમરેલીની શાંતાપા ગજેરા હોસ્પિટલમાં કોરોના ના ચાર શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જેમા 14 દિવસ પુરા કરનારા જેસીંગ પરાના યુવાનનું છેલ્લુ ઓૈપચારીક સેમ્પલ લેવાયું છે અને સાથે સાથે અમરાપરાના છ માસના બાળકને તથા મોટા આકડીયાના 44 વર્ષના દર્દીર્ને દાખલ કરી કુલ ચાર સેમ્પલ લેવાયા છે જેમા જેસીંગપરાના યુવાનનો રિર્પોટ નેગેટીવ આવે તો તેને રજા આપવામાં આવશે.
હાલમાં અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, ત્યારે હજુ અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં 43 વાહનોની ચકાસણીમાં કુલ 108 પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના 68 પેસેન્જરો હતા. આજરોજ 3413 પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે 4720 પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ 165 પ્રવાસીઓ અને હાલ 118 લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા 326 વ્યક્તિઓ પૈકી 222 વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ 100 વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આજસુધીમાં લેવાયેલા કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ 102 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ 4 વ્યક્તિના સેમ્પલ લેવાયાં છે, જે રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ 106 શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરાંત આજરોજ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા 26 લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે રિપોર્ટ સહિત રેપીડ ટેસ્ટ દ્વારા કરવામાં આવેલા તમામ 158 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.