અમરેલી,
અમરેલી લેઉવા પટેલ સંકુલમાં રહીને ધો -9 માં અભ્યાસ કરતી જસદણ તાલુકાના વિછિંયા ગામની સાક્ષી હરેશભાઈ રોજાસરા ઉ.વ. 14 છેલ્લા એક અઠવાડીયાથી બિમાર હોવાથી પોતાના ઘરે વતનમાં હોય .અને આજે પરીક્ષા હોવાથી પેપર આપવા આવતા પરીક્ષાખંડમાં ઢળી પડતા મૃત્યું પામેલ હતી. પ્રથમ તેને ખાનગી હોસ્પિટલમાં અને બાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયેલ જયાં પીએમ દરમ્યાન પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મૃત્યું નિપજયાનું બહાર આવેલ છે. ચોકકસ કારણ જાણવા માટે તેમના હાર્ટને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર દવાખાને મોકલવામાં આવેલ છે.અમરેલી જીલ્લા તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધતા ચિંતાનો વિષય ઉભો થયો .