અમરેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આગ લાગી

અમરેલી,
અમરેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલ હઠીલા હનુમાન પાસે તા.20-10નાં કચરામાં આગ લાગતા આગ બારીને અડી જતા બે બારી, ગાડલા, પડતર કચેરીનો સામાન સળગતા દિક્ષીતાબેને અમરેલી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફીસર એચસી ગઢવી, ભગવતસિંહ ગોહિલ, જયવંતસિંહ પઢીયાર, અરૂણભાઇ વાઘેલા, જગદીશભાઇ ભુરીયા, ચિરાગભાઇ સહિત ફાયર ફાયટર લઇને ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી અને આ ઘટનામાં કોઇ જાનમાલનું નુક્શાન થયેલ નથી.