અમરેલી,
હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 19 થી 20-7 -23 દરમ્યાન સૌરાષ્ટ્રના એકલાક સ્થળ પૈકી અમરેલી જીલ્લામા ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના કન્ટીજંકશન એકશન પ્લાન મુજબ સાવચેતીના તમામ પગલા લેવા મામલતદારોએ કંટ્રોલરૂમ સાથે સંપર્કમા રહી તાલુકાના કંટ્રોલરૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ દર બે કલાકે તાલુકાની પરિસ્થિતિ તથા વરસાદ અંગેની માહિતિ તુરત મોકલવા અને રેવન્યુ તલાટીઓ તલાટી કમ મંત્રીઓ પોતાના હેડ કવાટરમા હાજર રહે તથા કચેરીના વડાની પુર્વ મંજુરી વગર હેડ કવાટર ન છોડે તે સુનિશ્ર્ચિત કરવા અને કોઝવે પર પાણી પસાર થતું હોય તે દરમ્યાન કોઈ પસાર ન થાય તે માટે દરેક કોઝવે પુલ પર વ્યવસ્થા ગોઠવવા તથા જરૂર પડયે આવા કોઝવે પુલ તાત્કાલિક બંધ કરાવવા નોંધ લેવા અમરેલી કલેકરે રેડીયો ફોન મેસેજથી સુચનાઓ આપ્યાનું જણાવ્યું છે.