અમરેલી સહિત રાજ્યનાં 17 હજાર રેશનીંગ વેપારીઓની આજથી હડતાલ

અમરેલ,
જન્માષ્ટમીનો તહેવાર બગડે તેવું નિશ્ર્ચિત થયું છે. કારણ કે, અમરેલી જિલ્લા સહિત રાજ્યભરનાં રેશનીંગનાં 17 હજાર જેટલા વેપારીઓ આજ તા.1 થી તેમની કમીશન સહિતની પડતર માંગણીઓ પ્રશ્ર્ને બે મુદતી હડતાલ ઉપર જવા તૈયારી કરી છે. તેથી આજથી રેશનીંગ વિતરણ સાવ ઠપ્પ થઇ જશે. તાજેતરમાં સરકાર સાથે મંત્રણા પડી ભાંગ્યા બાદ આજે સરકારે વેપારી સંગઠનનાં હોદ્દેદારોને સમાધાનની મંત્રણા માટે બોલાવ્યા નથી. તેથી સંગઠને રાજ્યભરમાં માલ નહીં ઉપાડવાનું અને વિતરણ નહીં કરવાનું નક્કી કરી દીધ્ાુ છે.ત્યારે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આજની હડતાલ ટાળવા અને સમાધાન માટે વેપારીઓને બોલાવાય તેવી શક્યતા છે. દરમિયાન વેપારી સંગઠનનાં હોદ્દેદારોનાં જણાવ્યા મુજબ વ્યાજબી ભાવોમાં દુકાનદારોની લાંબા સમયની પડતર માંગણીઓ સ્વિકારવામાં આવે તો જન્માષ્ટમીનાં તહેવારો ઉપર લાભાર્થીઓને મળવા પાત્ર અનાજ, ખાંડ, તેલ, દાળ, ચણાનો જથ્થો વિતરણ ન કરવા સરકારને આવેદન પત્ર અપાયું હતું તે મુજબ આજથી અનાજનો જથ્થો વિતરણ કરશે નહીં.આ અંગે એસોસીએશનનાં મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, સરકાર દ્વારા ઓગસ્ટ 22માં મીનીમમ 20 હજાર કમીશન તથા 1 ટકો વિતરણ ઘટ આપવા લેખીતમાં સંમતી આપેલી પણ નિમાયેલી કમિટી દ્વારા આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છતા અધિકારીઓની મનમાનીથી આજ સુધી પડતર માંગણીનો નિકાલ નહીં કરાતા અસહકાર આંદોલનનાં મંડાણ કરવામાં આવ્યાં છે. તા.22 ઓગસ્ટનાં રોજ મળેલી મિટીંગમાં એસોસીએશને અસહકાર આંદોલન ચાલુ રાખવા નિર્ધાર કર્યો છે. જેના પરિણામે જિલ્લાનાં અધિકારીઓ દ્વારા દુકાનદાર પાસેથી તેમના આઇડી પાસવર્ડ લઇને પરમીટો જનરેટ કરવામાં આવી રહી છે. લેખીત જાણ કરી હોવા છતા અધિકારીઓ દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા કરવાને બદલે દુકાનદારોને ધાક ધમકીથી લોકશાહી વિરૂધ્ધમાં દબાવ માટેનાં પ્રયત્નો કરવામાં આવેલા છે. આ યોજનામાં કામ કરતા દુકાનદારો પોષણક્ષણ બને અને લાભાર્થીને મળવા પાત્ર જથ્થો સમયસર મળે તે માટે સકારાત્મક્તા રાખી દુકાનદારોને પણ સુરક્ષીતતા આપવી જોઇએ તેમ જણાવ્યું