અમરેલી,ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પીએલઆઇમાં મૌખીક આદેશો આપી કાચના ફસાદ સહિત દુર કરવા જણાવાતા ગુજરાતભરનાં તબીબોમાં રોષ ફેલાયો છે. રાજ્યનાં 30 હજાર ઉપરાંતનાં એલોપેથીક ડોક્ટરોની સંસ્થાને વિશ્ર્વાસમાં લીધા વીના હાલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને કાચના ફસાદ દુર કરવા સહિતની બાબતે ડોકટરોને નોટીસો અપાઇ રહી છે. જેના વિરોધમાં તા.22 થી રાજયભરનાં 30 હજાર ઉપરાંતનાં એલોપેથીક ડોકટરો અપાયેલા એલાન મુજબ હડતાલમાં જશે. ઇમરજન્સી કેસોને સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવશે. તેમ જીએસડી સેક્રેટરી ડો.મેહુલ શાહ, પ્રમુખ ડો.પરેશ મજમુદારએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જોગવાઇઓનાં અમલથી દર્દીમાં વધુ ચેપ થવાની પણ સંભાવનાં છે. સમગ્ર રાજ્યમાં આઇસીયુ બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારનાં અમલથી આઇસીયુમાં વર્તમાન દર કરતા અનેક ગણો મૃત્યુદર વધશે. આ પ્રકારનાં મૌખીક આદેશની અસર ટુંકા ગાળા તથા લાંબા ગાળામાં વિનાશક હોઇ શકે છે. આ ઓર્ડર કરતા પહેલા ઇન્ડિયન મેડીકલ એસો.તથા તેની કોઇપણ શાખાને સામેલ કર્યા તે તેને સાંભળ્યા વિના એક પક્ષીય રીતે પસાર કરવામાં આવ્યો છે સામાન્ય જનતા તબીબી વ્યવસાયીકો, હોસ્પિટલનાં જનહિતને જાળવી રાખવા અને રાજ્ય સરકારનાં એક પક્ષીય નિર્દેષોનો વિરોધ કરવા માટે તા.22-7-22નાં રોજ તમામ એલોપેથીક ડોકટરો (રાજ્યનાં 30 હજારથી વધુ) બધી સેવાઓમાં ઇમરજન્સી સહિત હડતાલ જાહેર કરવાની ફરજ પડી છે. આ દિવસે ઇમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે.