- મધ્યમ અને ગરીબ વર્ગની ગૃહીણીઓનું બજેટ ખોરવાયું : 20 થી 40 રૂપીયાનું રીટેઇલમાં અઢીસો શાકભાજી
- જિલ્લામાં શાકભાજીના ભાવો ભડકે બળતા કઠોળના ભાવો પણ માંગ વધતા ઉંચકાયા
અમરેલી,
અમરેલી અને રાજ્યભરમાં ભારે વરસાદ પડવાથી શાકભાજીનો પાક ફાલ મારી જતા હવે શાકભાજી નવું રેગ્યુલર થતા એક માસે જેવો સમય વિતી જશે. ભારે વરસાદ પડવાથી અમરેલી શહેરમાં શાકભાજીની આવકો ઘટતા ભાવો ઉચકાયા છે. જેમાં એક કીલો શાકભાજીમાં જથ્થાબંધમાં રીંગણા 75 થી 100, કોબી 25 થી 35, દુધી 25 થી 35, તુરીયા 45 થી 60, ગલકા 25 થી 35, ભીંડો 30 થી 35, ગુવાર 75 થી 100, કોથમીર 150 થી 200, મરચા 60 થી 100, પરવર 60 થી 70, ટીંડોરા 25 થી 30, કંટોલા 50 થી 60, આદુ 50 થી 60, કારેલા 30 થી 35, ટમેટા 45 થી 50 કીલોના ભાવે જથ્થાબંધમાં હરરાજીમાં વેંચાય છે ત્યાર બાદ રીટેઇલ ખરીદનાર વેપારીને કમીશન શેશ અને મજુરી ચડાવીને વેંચતા શાકભાજીના ભાવો વધી જતા હોવાથી મધ્યમ અને ગરીબ ગૃહીણીઓને લીલોતરી શાકભાજી ખરીદવામાં સીસકારા બોલાવી દેવા ભાવો હોવાથી રોજની ખરીદીમાં શાકભાજી દોઢસો થી ત્રણસો રૂપીયા સુધીનું ખરીદવા છતા થેલીમાં દેખાય નહી તેટલુ આવે છે. બટેટાના ભાવો પણ એક કીલોના 30 થી 35 સુધીના છે. શાકભાજીના ભાવો રેગ્યુલર થવામાં અને આવક વધવામાં થોડો સમય વિતી ગયા બાદ ભાવો રેગ્યુલર થઇ જશે તેમ કિસાન ટ્રેડીંગવાળા ઘનશ્યામભાઇ રૈયાણીની યાદીમાં જણાવાયુ છે.