અમરેલી સહિત રાજ્યમાં બીજીએ એસટીના પૈડા થંભી જશે

અમરેલી,
એસટી કર્મચારીઓના પડતર 19 જેટલા પ્રશ્ર્નોનો આજ સુધી નીરાકરણ નહિ આવતા એસટી યુનિયનોની સંકલન સમીતીએ આપેલા એલાન મુજબ આંદોલનનો બુંગ્યો ફુંકાયો છે. નીયત થયેલા કાર્યક્રમ મુજબ આજથી તા.27 સુધી કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર બાદ તા.28 થી કાળી પટ્ટી ધારણ કરશે અને તા.2 મધરાતથી એસટીના પૈડા થંભી જાશે. જો એસટીના પૈડા થંભશે તો અમરેલી એસટી ડીવીઝનની 1700 ટ્રીપો બંધ થશે અને 54 હજાર રોજનું અંતર કાપતા 315 વાહનો ઠપ થઈ ગયે રોજના 35 થી 37 લાખની નુક્શાની થશે અમરેલી ડીવીઝનના 1600કર્મચારીઓ પણ લડાયક મુડમાં છે. તેમ એસટી યુનિયનોની સંકલન સમીતી ના સુત્રો દ્વારા જાણવા મળ્યું .